જૂનાગઢ જિલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણનું ઝુંબેશ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

     જૂનાગઢ જિલ્લામાં આંગણવાડીઓના નવીનીકરણનું ઝુંબેશ અંતર્ગત ૪૧૫ આંગણવાડીઓમાં સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે ૧૫૨ કેન્દ્રોમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. 

રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના આંગણવાડી કેન્દ્રોને વધુ સુદ્રઢ, સુરક્ષિત અને આધુનિક બનાવવાના હેતુથી તા. ૧૬ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કાર્યરત કુલ-૧૨૪૯ આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-૮૬૦ આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્યીકરણની કામગીરી કરવામાં આવી હતી. જેથી આંગણવાડી કેન્દ્રોનું ભૌતિક માળખુ મજબૂત મળ્યુ અને બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું થયુ છે.

 

Related posts

Leave a Comment