હિન્દ ન્યુઝ, સોમનાથ
“વંદે માતરમ્” ગાનના ૧૫૦ વર્ષની સ્મૃતિમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) દ્વારા આયોજીત રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોનના સાઈકલિસ્ટ્સ આજે સવારે સોમનાથ ખાતે આવી પહોંચ્યા હતાં. રાષ્ટ્રીય સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ લઈ ગીર સોમનાથ પહોંચેલા તમામ સાઈકલિસ્ટ્સોએ પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતાં.
માધવપુર બીચ થઈને ગીર સોમનાથ જિલ્લામાં પ્રવેશ કરતાં જ ડારી ટોલનાકા પાસે એન.જે.સોનેચા મેનેજમેન્ટ ઈન્સ્ટીટ્યૂટ ખાતે સાઈકલ રેલીના તમામ સાઈકલિસ્ટ્સનું વિદ્યાર્થીનીઓએ કુમકુમ-તિલકથી ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. અહીં ટૂંકાગાળાના રોકાણ બાદ સાઈકલ રેલી સોમનાથ પહોંચી હતી.

