હિન્દ ન્યૂઝ, દિયોદર,
દિયોદર તાલુકા કુવાતા ગામ પાસે તા. 27/9/2020 ના રોજ કુવાતા ગામે રહેતા અમરસિંહ ધુખજી વાઘેલા તેમના પરિવાર જનો સાથે બાઇક નંબર G J 08 CD 4803 લઈ ગામ નજીક બાઇક પર ઉભા હતા. ત્યારે ત્યાંથી પસાર થતી ઇનોવા ગાડી નંબર MH 01 AL 5993 ના ચાલકે પુર ઝડપે ગાડી ચલાવી બાઇક ચાલક ને ટક્કર મારતા બાઇક પર સવાર અમરસિંહ ધુખજી વાઘેલા તથા તેમના પત્ની કૈલાસબા અમરસિંહ વાઘેલા અને તેમની બહેન કમળાબા ધુખજી વાઘેલા ને ગંભીર ઇજા પોહચી હતી. જેમાં ત્રણ લોકો ને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં વધુ સારવાર અર્થ ડીસા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે અંગે કરશન વાકજી વાઘેલા એ 29/9/2020 ના રોજ દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપતા પોલીસે ઇનોવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ગાડી કબ્જે લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. આપતા પોલીસે ઇનોવા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ગાડી કબ્જે લઈ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર