હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર શહેરનો માન.મુખ્યમંત્રીનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૫/૨૦૨૨ નાં રોજ ૧૧:00 કલાકેસીટી મામલતદાર કચેરી, વિદ્યાનગર, બી.પી.ટી.આઈ.સામે, ભાવનગર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), ભાવનગરની અધ્યક્ષતામાં યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી/પ્રશ્ન રજુ કરતા પહેલા ભાવનગર શહેર સંબધિત કચેરીમાં અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણીત હોવી જોઈએ. આ કાર્યક્ર્મમાં અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષય ને લગતી રજુઆત કરી શકશે. કોર્ટ મેટર અને નિતિ વિષયક કે સામુહીક રજુઆત કરી શકશે નહી. અરજદારઓ પાસેથી વિવિધ કચેરીમા અનિર્ણીત પ્રશ્નોની આધાર પુરાવા સાથે તા.૧૦/૦૪/૨૦૨૨ સુધીમાં અરજીઓ મંગાવામાં આવે છે તેમ સીટી મામલતદારશ્રી, ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.
