‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે આજે ભાવનગર શહેર અને જિલ્લો ખરા અર્થમાં ‘યોગમય’ બન્યો

વિશ્વ યોગ દિવસે ભાવેણુ બન્યું ‘યોગમય’

હિન્દ ન્યુઝ, ભાવનગર

         ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક સ્થળોએ યોગ દિવસની ઉજવણીમાં અનેક લોકો સહભાગી થયા તે સૌ માટે પ્રેરણારૂપ છે તેમ, આજે ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગરમા જિલ્લા કક્ષાની ઉજવણી સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને નગરપાલિકા કક્ષાની ઉજવણી મોર્ડન સ્કુલ સિદસર ખાતે કરવામાં આવી હતી ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો યોગ વિશેનો વીડિયો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સુરત ખાતેથી વિશ્વ યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંબોધનનું પણ જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા તમામ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની શાળાઓ, અમૃત સરોવર બોરતળાવ, પરશુરામ પાર્ક સુભાષનગર, તખ્તેશ્વર મહાદેવ મંદિર, વિક્ટોરિયા નેચરલ પાર્ક, સરદારબાગ (પીલ ગાર્ડન), તમામ વોર્ડ કક્ષાના કાર્યકમ, શહેરી કક્ષાના તમામ પોલીસ સ્ટેશન, શહેરી કક્ષાના તમામ આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ ભાવનગર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંતરરાષ્ટ્રીય યોગ ટ્રેનર ડો. યોગિતા મહેતા દ્વારા ‘યોગા ફોર ઓલ’ ટોપિક પર લેક્ચર પ્રસ્તુત કરી યોગનું વિજ્ઞાન અંગેનું વિજ્ઞાન સમજાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન રિજિયોનલ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. ગિરિશ ગૌસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતુ.

જિલ્લા આરોગ્ય શાખા

         મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કવોલીટી એશ્યોરન્સ મેડીકલ ઓફીસર સહિત જિલ્લા આરોગ્ય શાખાના અધિકારીઓની દેખરેખ હેઠળ જિલ્લાના તમામ સબ સેન્ટર, પ્રા.આ.કેન્દ્ર સા.આ.કેન્દ્ર એસ.ડી.એચ., ડીસ્ટ્રીકટ ટ્રેનીંગ ટીમ, જિલ્લા ક્ષય કેન્દ્ર પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેનો લાભ જિલ્લાના જુદા-જુદા વય જુથના કુલ ૧૮, ૨૫૧ લોકોએ લીધો હતો.

સમાજ સુરક્ષા હસ્તકની સંસ્થાઓ

         ૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસના અવસર પર ભાવનગરની સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ બાળકોની સંસ્થાઓમાં ૪૫૦ થી વધુ બાળકોએ યોગ કર્યા હતા.

એસ.ટી. ડેપો

         ભાવનગર એસટી વિભાગ દ્વારા દરેક ડેપો અને ડિવિઝન વર્કશોપ ચિત્રા ખાતે યોગ શિક્ષકો દ્વારા એસ.ટી. ડિવિજન ઓફિસ અને ડિવિજન વર્કશોપના ૧૪૦ જેવા કર્મચારીઓ અને અધિકારીઓએ યોગ કર્યા હતા.

 વલ્લભીપુર

         વિશ્વ યોગ દિવસની વલ્લભીપુર તાલુકા ખાતે સર ગંભીરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં કરવામાં ઉજવણી કરવામાં આવી હતી.

પાલીતાણા

         પાલીતાણા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી મોડેલ સ્કૂલ, માનવડ(હ) તા.પાલીતાણા ખાતે કરવામાં આવેલ હતી.

ભાવનગર ગ્રામ્ય

        ભાવનગર ગ્રામ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી સ્વામીનારાયણ ગુરુકુળ, શામપરા ખાતે કરવામાં આવેલ હતી.

ઘોઘા

         ઘોઘા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી રો-રો ફેરી સર્વિસ ટર્મિનલ ખાતે કરવામાં આવેલ હતી.

શિહોર

          શિહોર તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી મોડેલ સ્કૂલ, માનવડ(હ) તા.પાલીતાણા ખાતે કરવામાં આવેલ હતી.

ઉમરાળા

          ઉમરાળા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી શ્રી પી. એમ. સર્વોદય સ્કૂલ ખાતે કરવામાં આવેલ હતી.

ગારીયાધાર

          ગારીયાધાર તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કે.વી.વિદ્યામંદિર. પાલિતાણા રોડ ખાતે કરવામાં આવેલ હતી.

તળાજા

             તળાજા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી લાઇટ હાઉસ, રેલીયા ખાતે કરવામાં આવેલ હતી.

મહુવા

        મહુવા તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી એ.પી.એ.સી. માર્કેટિંગ યાર્ડ મહુવા ખાતે કરવામાં આવેલ હતી.

જેસર

          જેસર તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી બ. ગો. મહેતા હાઇસ્કૂલ ખાતે કરવામાં આવેલ હતી.
આમ, યોગ દિવસની ઉજવણીમાં ભાવેણાવાસીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

Related posts

Leave a Comment