હિન્દ ન્યુઝ, પાદરા
પાદરા તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક અને પ્રાકૃતિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન સાથે ખેડૂત લક્ષી વિવિધ સરકારની સહાય યોજનાઓ વિશે માહિતી પૂરું પાડવાના હેતુ સાથે આજ રોજ પાદરા તાલુકાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે કૃષિ વૈજ્ઞાનિક વી.કે.પટેલના અધ્યક્ષતામાં ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, ઓર્ગોનિક કપાસ સંશોધન પટા કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક શ્રી વી.કે.પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે પરંતુ પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ જીવાણુનું અતિ મહત્વ હોય છે તે જમીનને ફળદ્રુપ બનાવતા ખેડૂતોના સાચા મિત્રો એવા જીવાણુઓ અને ગરમી,ઠંડી,અતિવૃષ્ટિ અને વાવાઝોડાં જેવા ખતરાથી બચવા માટે આચ્છાદાન જરૂરી છે. જેમાં આચ્છાદાન એટલે જમીનની ઉપરની સપાટીએ પાકના અવશેષો, ડાળીઓ, ખાસ ભુસુ તથા લીલા પાંદડાથી ઢાંકવાની પ્રક્રિયાને આચ્છાદાન કહેવાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જીવામૃત અને ઘન જીવામૃત ઉપરાંત ખેતીમાં આચ્છાદાન કરવામાં આવે છે જેનું અદભુત પરિણામ ખેડૂતોને મળે છે. મદદનીશ ખેતી નિયામકશ્રી આશિષભાઈએ મુખ્ય અને હલકા પાકોની પધ્ધતિઓ અંગે પણ વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સભ્યશ્રી નવીનભાઈ સોલંકીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના બીજ વિશે માહિતગાર કર્યા હતા.
આ કાર્યક્રમમાં સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના મતંવ્યો રજૂ કર્યા હતા. જેમાં લુણા ગામના પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે,વર્ષોથી બાપ-દાદાઓ પ્રાકૃતિક છાણીયા ખાતરથી ખેતી કરતા આવ્યા. જે આપણે ભૂલથી રાસાયણિક ખેતી તરફ આગળ વધ્યા છે. જેનાથી જમીન રહેલા પોષક તત્વો નાશ પામ્યા છે. જેને ફરીથી જીવંત કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરીથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કર્યા છે