હિન્દ ન્યુઝ, અમદાવાદ
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે BAPS દ્વારા આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ અવસરે વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજના કાર્યક્રમને ભગવાન શ્રી સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ, શિક્ષા અને મૂલ્યોને ચરિતાર્થ કરનાર ગણાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે સ્વામિનારાયણ સંપ્રદાયમાં BAPS સંસ્થાની સમાજને વ્યસનમુક્ત બનાવવાની સાથે શિક્ષણ સહિતના અન્ય ક્ષેત્રોમાં સેવાકીય કામગીરીની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ આ અવસરે પ્રમુખસ્વામી મહારાજને સ્મરણાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનના યુગની શરૂઆત થઈ છે. તેમણે આજના કાર્યક્રમને નવા ભારતના નિર્માણનો પ્રેરક ઉપસ્થિત ગણાવ્યો હતો અને સંપ્રદાયની સેવાકીય કામગીરીની સરાહના કરી હતી.