હિન્દ ન્યુઝ, સુરત
દેશ ના નાણા મંત્રાલય દ્વારા આજે જે બજેટ મંજૂર કરવામાં આવ્યું એમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ને 5% નો લાભ આપવામાં આવ્યો. જેના લીધે ડાયમંડ ઉધોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં આવેલ સુરત શહેર ડાયમંડ સિટી અથવા તો આર્થિક લેવલે ગુજરાતનું હ્રદય કહેવામાં આવે છે તેવામાં બે વર્ષથી ચાલતા કોરોનાની મહામારી માં આવ હીરા ઉદ્યોગ આર્થિક ભીંસમાં આવી ગયેલો હતો. વિદેશો સાથે સંકળાયેલા આ શહેરના હીરા ઉદ્યોગને ઇમ્પોર્ટ એક્સપોર્ટ ની ડ્યુટી મહત્વનો ભાગ ભજવે છે ત્યારે આપણા કેન્દ્રીય નાણામંત્રી સીતારમન દ્વારા પાંચ ટકા જીએસટી ની બુટ આપવામાં આવી. જેથી આ ઉદ્યોગમાં રોજના કરોડોના વ્યવહાર થાય છે તેવામાં પાંચ ટકા જેટલી જીએસટી ડ્યૂટી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ને મહત્વનો ફાયદો થશે એવું ડાયમંડ કંપનીઓના માલિકોનું કહેવું છે.
રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત