હિન્દ ન્યુઝ, ભાવનગર
તા.૧૦/૦૨/૨૦૨૨ સુધીમાં અરજી પહોંચતી કરવાની રહેશે કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભાવનગર સંચાલિત રાજ્યની સંગીત શિબિર અને આશાસ્પદ સાહિત્યકારો માટે સાહિત્ય શિબિરનું આયોજન થનાર છે. આ આયોજનમાં ભાગ લેનાર કલાકારોએ પોતાની અરજી તા.૧૦/૦૨/૨૦૨૨ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ, જી-૨, ખાતે પહોંચતી કરવાની રહેશે. આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષ ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ શિબિરમાં સંગીત શિબિર માટે ૨૫ અને સાહિત્ય શિબિર માટે ૨૫ શિબિરાર્થીની સંખ્યા મર્યાદિત હોય જેથી આવેલ અરજી માંથી પસંદ કરી પસંદગી થયેલ કલાકારોને પ્રવાસ ખર્ચ ભોજન, પ્રમાણપત્ર અન્ય આનુસાંગીક વ્યવસ્થા કચેરી તરફથી કરવામાં આવશે. આ શિબિર દસ દિવસની રહેશે. જેમાં સંગીત તેમજ સાહિત્યના નામાંકિત તજજ્ઞશ્રીઓ દ્વારા કલાકારોને શીખવવામાં આવશે, વધુ વિગતો માટે કચેરીનો સંપર્ક કરવો. અરજી સાદા કાગળ પર તાજેતરનાં ફોટા સાથે પુરુનામ, સરનામું, સંસ્થાનું સરનામું, સંપર્ક નંબર, જન્મ તારીખ, આધારકાર્ડની વિગત અને અભ્યાસના આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી