હિન્દ ન્યુઝ, ભુજ
અંજાર તાલુકાના વરસામેડી ખાતેના વંદે ગુજરાત વિકાસ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને સ્થળ પર લાભ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથને હર્ષભેર આવકારીને તેનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ વંદે ગુજરાત વિકાસયાત્રાના ૨૦ વર્ષના સફરની ડૉક્યૂમેન્ટરી નિહાળી હતી. વંદે ગુજરાત વિકાસયાત્રાની ઉજવણીના ભાગરૂપે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું તેના વિજેતાઓને ઈનામ વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, સરકારની વિવિધ યોજનાઓની માહિતી કાર્યક્રમમાં નાગરિકોને આપવામાં આવી હતી અને સૌ લોકો સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લે એવો અનુરોધ પણ ઉપસ્થિત મહાનુભાવોએ કર્યો હતો. આયુષ્માન કાર્ડ, આઈસીડીએસની વિવિધ યોજનાઓની સહાય અને ખેડૂતોને ખેત વીજ કનેકશનના મંજૂરી પત્રો સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યા હતા. ગામની બાળાઓએ કચ્છની લોકકલાના ગીતની પ્રસ્તુતિ કરીને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના દંડક મશરૂભાઈ રબારી, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન આંબાભાઈ રબારી, વરસામેડી સરપંચ વનરાજસિંહ જાડેજા, ઉપ સરપંચ અરવિંદગીરી ગોસ્વામી, જિલ્લા પંચાયતના માજી સભ્ય ખોડાભાઈ રબારી, અગ્રણી સર્વે નરેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ જાડેજા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રાજીવ અંજારીયા, ગ્રાહક સુરક્ષા અધિકારી ધીરજ માતંગ, GETCO અંજાર રૂરલ ડેપ્યુટી ઈજનેર એમ.એસ.રાવ અને જુનિયર ડેપ્યુટી ઈજનેર જે.ટી.ગોસ્વામી, સીડીપીઓ રસીલાબેન કાનાણી, તલાટી રંજિતાબેન ડોરૂ, શિક્ષણગણ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.