કુકમા જિલ્લા પંચાયત બેઠકના વર્ધમાનનગર ગ્રામ પંચાયત ખાતેથી વંદે ગુજરાત વિકાસયાત્રા રથને  તાલુકા પંચાયત સદસ્યઓએ આવકાર્યો

હિન્દ ન્યુઝ, ભુજ 

        છેલ્લા ૨૦ વર્ષોમાં રાજય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની હરણફાળ જનતા સુધી પહોંચે અને વિવિધ યોજનાકીય કામગીરીના પ્રચાર પ્રસારથી પ્રજાની સામાજીક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા રાજયભરમાં પ્રારંભ વંદે ગુજરાત વિકાસયાત્રાનો આજરોજ બીજા દિવસે  કુકમા જિલ્લા પંચાયત બેઠકના વર્ધમાનનગર ગ્રામ પંચાયત ખાતેથી વંદે ગુજરાત વિકાસયાત્રા રથને તાલુકા પંચાયત સદસ્યઓએ  તેમજ  ગ્રામજનોએ આવકાર્યો હતો .

        ભુજ તાલુકાના વર્ધમાનનગર માધાપર નવાવાસ ગામે યોજાએલા કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતી નાગરિકોને આપવામાં આવી હતી અને સૌ લોકો સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લે એવો અનુરોધ પણ ઉપસ્થિત મહાનુભાવોએ કર્યો હતો.

           આયુષ્માન કાર્ડ, આઈસીડીએસની વિવિધ યોજનાઓની સહાય અને ખેડૂતોને ખેત વીજ કનેકશનના મંજૂરી પત્રો સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. ગ્રામજનોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે કસરત અને યોગાભ્યાસ પણ કરાવવામાં આવ્યો હતો. ગ્રામજનોએ વંદે ગુજરાત વિકાસયાત્રાના રથને હર્ષભેર આવકારીને તેનું સામૈયુ  કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને ગ્રામજનોએ વંદે ગુજરાત વિકાસયાત્રાના ૨૦ વર્ષના સફરની ડૉક્યૂમેન્ટરી રસપુર્વક  નિહાળી હતી.

       આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય તુષારીબેન પટેલ અને ભાવનાબેન પટેલ, અગ્રણી સર્વ ચંદ્રસિંહ જાડેજા, દિપકભાઈ જૈન, આરોગ્ય કેન્દ્રના તબીબો તેમજ સર્વે આરોગ્યકર્મીઓ, આઈસીડીએસના કાશ્મીરાબેન, સરપંચ જ્યોતિબેન જૈન, તલાટી સુનિલભાઈ, સંબંધિત યોજનાના અધિકારીઓ, ગ્રામજનો અને બાળકો હર્ષભેર ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment