આવાસના હપ્તા પેટે તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૦૬/૦૭/૨૦૨૨ સુધીમાં રૂ.૪૨,૧૬,૯૩,૮૧૨/-ની આવક

હિન્દ ન્યુઝ, રાજકોટ 
           તા.૦૬/૦૭/૨૦૨૨ના રોજ એક જ દિવસમાં ૧,૨૬,૭૬,૯૮૫/-ની આવક આવાસના હપ્તા પેટે: EWS 1 પ્રકારના ૧૦૪૨ આવાસોના એલોટમેટ લેટર લાભાર્થીઓને આપવાની કામગીરી ચાલુ
        રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.
આવાસ યોજના વિભાગ દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૨ થી તા.૦૬/૦૭/૨૦૨૨ સુધીમાં રૂ.૪૨,૧૬,૯૩,૮૧૨/- (ચાલીસ કરોડ સોળ લાખ એકાણું હજાર આઠસો બાર પુરા)ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જ્યારે તા.૦૧/૦૭/૨૦૨૨ થી તા.૦૬/૦૭/૨૦૨૨ સુધીમાં રૂ.૪,૨૮,૫૨,૭૫૫/- (ચાર કરોડ અઠ્ઠયાવીસ લાખ બાવન હજાર સાતસો પંચાવન પુરા)ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ.
તા.૦૬/૦૭/૨૦૨૨ના રોજ એક જ દિવસમાં ૧,૨૬,૭૬,૯૮૫/- (એક કરોડ છવ્વીસ લાખ છોતેર હજાર નવસો પંચ્યાસી પુરા)ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ. જે આજ દિન સુધીમાં ચોથા નંબરની એક જ દિવસની મહતમ આવક છે. અગાઉ તા.૨૪/૦૬/૨૦૨૨ના રોજ એક જ દિવસમાં ૧,૩૫,૬૦,૨૬૦/- (એક કરોડ પાત્રીસ લાખ સાઈઠ હજાર બસો વીસ પુરા)ની આવક થયેલ હતી.
ઉપરાંત તા.૧૮/૦૬/૨૦૨૨ના રોજ યોજાયેલ EWS 1 પ્રકારના ૧૦૪૨ આવાસોના કોમ્પ્યુટરાઈઝ ડ્રો અન્વયે જે લાભાર્થીઓને આવાસ લાગેલ છે (આ લીસ્ટ રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ થયેલ છે.) તેઓને એલોટમેન્ટ લેટર આપવાની કામગીરી પણ હાલ ગતિમાં છે, જે માટે રાજકોટ મહાનગરપાલિકા, આવાસ યોજના વિભાગ, ડો. આંબેડકર ભવન, બીજો માળ, રૂમ નં. ૨, ઢેબર રોડ ખાતે સવારે ૧૧ થી ૧ માં લાભાર્થીઓએ સંપર્ક કરવાનો રહેશે.

Related posts

Leave a Comment