રાણકપુર, ભલગામ થી સાંતલપુર પીવાની મોટી પાઇપ લાઈન લીકેજ

હિન્દ ન્યુઝ, રાધનપુર

રાધનપુર તાલુકા થી સાંતલપુર તાલુકા ના ગામો ને મળતું પીવાનું પાણી મેન લાઈન કે જે રાણકપુર થી સાંતલપુર સુધી ચાલી છે જે રાધનપુર વિસ્તાર શાંતિ ધામ ની બાજુ માં રવિધામ ની બિલકુલ સામે અને જીઇબી ૬૬ કેબી ની બાજુ માં આ પીવાના પાણી ની લાઈન ડેમેજ થતાં ત્યાં આવેલ ખેતર માં પાણી ફરી વળ્યુ છે. લોકો ની માંગ કે જલ્દી થી આ પાઇપ લાઈન નું આયોજન કરી બને એટલું ઝડપી કામ કરવામાં આવે જેથી વધારે ત્યાં પાણી ભરાવવાનો પ્રશ્ન ના બને અને દરેક ગામો ને પીવાના પાણી ની સમસ્યા ઊભી ના થઈ આ હેતુ થી આજુ બાજુ ના ગ્રામજનો ત્યાં નીકળતા આ પાઇપ લાઇન લીકેજ જોવામાં આવેલ અને આ પાઇપ લાઈન લીકેજ નું કામ સમયસર થાય તેવી લોકો ની માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment