સિંધાજ ખાતે ફાયર ઇમરજન્સી સર્વિસિસ વેરાવળ દ્વારા યોજાઈ ફાયર અવેરનેસ ટ્રેનિંગ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

       ફાયર ઇમરજન્સી સર્વિસિસ વેરાવળ દ્વારા શ્રી સિંધાજ કન્યા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને મહત્વની જાણકારી મળી રહે તે માટે ફાયર અવેરનેસ ટ્રેનીંગ તેમજ લાઈવ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં ફાયરમેન વિક્રમભાઈ ખટાણા અને ડી.સી.ઓ હરદાસભાઈ ખેરે સિંધાજ કન્યા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓને ફાયરને લગતી નાનામાં નાની બાબતોની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ફાયરના મહત્વના સાધનોને આફતના સમયે કઈ રીતે સ્થળ પર જ ત્વરાથી ઉપયોગ કરી શકાય તેમજ આ તમામ સાધનોનો ઉપયોગ કરતી વખતે રાખવામા આવતી તકેદારી વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.

આ તકે, વિદ્યાર્થીઓને લાઈવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યુ હતું. જેમાં શ્રી સિંધાજ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment