જસદણના લીલાપુર ગામે જુગારધામ ઝડપાયું

હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણ પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી જસદણ પોલીસ ટીમ રાજકોટ રેન્જ, પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ, નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા, ગોંડલ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર ટી.બી.જાની ની સુચના મુજબ પો.સબ.ઇન્સ. એમ.ડી.વાઘેલા સ્ટાફ સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સાથેના મળેલ બાતમીના આધારે જસદણ પો.સ્ટે.ના લીલાપુર ગામની સીમમાં ધનજીભાઇ રવજીભાઇ રામાણીની પોતાની માલિકીની વાડીએ જુગાર રમતા ચાર ઈસમોને પકડી પાડી રોકડ રકમ 29,600/- મોટર સાઇકલ નંગ -૨ કિં. રૂ. ૨૫૦૦૦/, મોબાઇલ નં -૪ કિં. રૂ. ૫૧,૦૦૦/ સાથે કુલ મુદામાલ ૧,૦૫,૬૦૦ સાથે જુગાર રમતા ધનજીભાઇ રવજીભાઇ રામાણી રહે. લીલાપુર ગામ, તા.જસદણ, જી.રાજકોટ. (૨) સંજયભાઇ મોહનદાસ દેસાણી રહે. લીલાપુર ગામ, તા.જસદણ, જી.રાજકોટ. (૩) મહેન્દ્રગીરી શંકરગીરી ગોસાઇ રહે. લીલાપુર ગામ, તા.જસદણ. (૪) જીગ્નેશભાઇ લાખાભાઇ રામાણી રહે જસદણ જી.રાજકોટ.ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment