ગીર-સોમનાથ જિલ્લામાં દ્વિચક્રિય, ફોર વ્હીલ, ટ્રાન્સપોર્ટ વાહનોની ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

      એઆરટીઓ કચેરી ગીર સોમનાથ દ્વારા વાહન માલિકોને દ્વિચક્રીય વાહનોની ચાલુ સીરીઝ GJ32M.N.P.R.AB,AC,AD,AE તેમજ ફોર વ્હીલ વાહનોની ચાલુ સીરિઝ GJ32K,AA તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરિઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજીની પક્રિયા હાથ ધરવામાં આવશે.

જેમા ઈ-હરાજી માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો ૦૨/૦૨/૨૦૨૪ (૩:૫૯:૦૦) સુધી તેમજ ઈ-હરાજી માં ઓનલાઈન બિડિંગ કરવાનો સમયગાળો તા.૦૨/૦૨/૨૦૨૪ (૦૪:૦૦:૦૦ PM) થી ૦૪/૦૨/૨૦૨૪ (૦૩:૫૯:૦૦) સુધીનો રહેશે.

ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પરથી નોંધણી, યુઝર આઇ.ડી. પાસવર્ડ તૈયાર કરવા હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવો સહિતની વિગતવાર સુચનાઓ મેળવી શકાશે તેમજ વાહન ખરીદીના 7(સાત) દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભરવાનું રહેશે.તેમજ હરાજીમાં સફળ અરજદારે હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના 5(પાંચ) દિવસમાં નાણા જમા કરાવના રહેશે. તેમજ અરજદારે જો નિયત સમયમાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલ રકમ (Base Price) ને જપ્ત કરવામાં આવશે અને તે નંબરની ફરીવાર હરાજી કરવામાં આવશે.અને

ઓનલાઈન હરાજી પ્રક્રિયા દરમ્યાન ચુકવણા વખતે આર.બી.આઈ. દ્વારા નક્કી કરેલ દર ચુકવવાના રહેશે.

તદુપરાંત હરાજીમાં નિષ્ફળ ગયેલા અરજદારોને તેઓની મૂળ રકમ તેઓએ જે માધ્યમથી ચુકવણું કરવામાં આવેલ હશે તે માધ્યમ જેમ કે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડથી ચુકવણું કર્યું હોય તે જ માધ્યમથી નાણા, અરજદારને જે તે ખાતામાં એસ.બી.આઈ. ઈ પેય દ્વારા પરત કરવામાં આવશે.

ઓનલાઈન ઈ-હરાજી ફેન્સી નંબરની હરાજી અંગેની તમામ બાબતની આખરી સત્તા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથની રહેશે તેમજ વાહન ખરીદીના ૬૦ દિવસ અંતર્ગત જ હરાજીમાં ભાગ લઇ શકાશે અને સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે.

Related posts

Leave a Comment