હિન્દ ન્યુઝ, જામનગર
સમગ્ર ભારતના સ્ત્રીરોગ નિષ્ણાત સંગઠન ફેડેશન ઑફ બર્સ્ટેટ્રીકએન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી ઓફ ઈન્ડીયા દ્વારા તારીખ ૨૮ અને ૨૯ ઓકટોબર ના રોજ થાને – મહારાષ્ટ્ર ખાતે આયોજીત “અપડેટ ઇન ગાયનેકોલોજીકલ એન્ડ એચ.પી.વી. કોનકલેવ“ નેશનલ કોન્ફરન્સનમાં નગરના જાણીતા સીનીયર સ્ત્રીરોગ નિષ્ણાત અને પ્રીવેન્ટીવ ઓન્કોલોજીસ્ટ ડો. કલ્પનાબેન ખંડેરીયાને “સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ ઇન રૂરલ ઈન્ડીયા‘“ વિષય પર માહિતી આપવા વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૫ થી ડો. કલ્પનાબેન ખંઢેરીયા કેન્સર અંગે જાગરૂકતા ફેલાવી, કેન્સરનું વહેલ નિદાન કરી કેન્સરમકત સમાજની રચના કરવાના રામ હેતુ થી કાર્ય કરતા આજ દિવસ સુધીમાં જામનગર અને દેવભુમી દ્વારકા ના ૫૧૯ ગામોમાં જઇ કુલ ૧૧૦૦૦ સ્ત્રીનોની પેપસ્મિઅર દ્વારા તપાસ કરેલ અને ૨૫૨૦૦ બહેનોને સ્તનની જાત તપાસ કરતા શીખવેલ અને સ્તન કેન્સર વિશે માહિતગાર કરેલ અને ૫૫૯૯૭ બાળકો અને ૫૦૦૦ જેટલા કારખાનાનાં કારીગરોને વ્યસનમુકિત અંગે કાઉન્સીલ કરી વ્યસન મુક્તિ અંગે પ્રોત્સાહિત કરેલ જેના માટે ઈન્ડીયાક ઓફ રેકોર્ડથી નવાજવામાં આવેલ.
વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩માં ૧૫૦૦ દીકરીઓને મફતમાં ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસી ‘સેવા’ સંસ્થાના સહકારથી વિનામૂલ્યે આપવામાં આવેલ.
રોટરી ડીસ્ટ્રીકટ ૩૦૬૦ ને ૭ કલ્સ્ટરમાં વહેચવામાં આવેલ છે સવાઈકલ, બ્રેસ્ટ અને ઓરલ કેન્સર કમીટીના ચેરપર્સન ડો.કલ્પનાબેન ખંડેરીયા ના અથાગ પ્રયાસોથી આ ૭ કલ્સ્ટરમાં કોપ્પોસ્કોપી સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા જે ફક્ત ભારતભરની રોટરી કલબ નહી પણ રોટરી ઈન્ટરનેશનલમાં એક માઈલસ્ટોન છે. ફેડરેશન ઓફ ઓબટીક એન્ડ ગાયનેકોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડીયા દ્વારા ડો. કલ્પનાબેન ખંડેરીયાની આ કાર્યની નોંધ લઇ તેમના કાર્યની વિગતે માહિતી આપવા તેમને ખાસ આમંત્રિત કરવામાં આવેલ અને તેમના દ્વારા આ સમગ્ર માહિતી દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ દ્વારા રજૂ કરેલ તથા જુદા જુદા રાજયોમાંથી આવેલ પ્રતિનિધીઓએ તેમના આ જનનારોગ્યને લગતા પ્રચંડ સેવાયજ્ઞને કેવી રીતે અમલમાં મુકવા તે અંગે ખૂબ રસ દાખવી તેમને બિરદાવ્યા હતા.