મુસદારૂપ નગર રચના યોજના નં.૩૮-કોઠારીયા અને મુસદારૂપ નગર રચના યોજના નં.૩૯-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર: જમીન માલીકોની સભા યોજી બંને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતિ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.૭૦ તા.૧૯-૦૫-૨૦૨૩થી ઠરાવ્યા મુજબનાં ગામ કોઠારીયાનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.૩૮-કોઠારીયા અને મુસદારૂપ નગર રચના યોજના નં.૩૯-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ. સદરહુ યોજનાઓની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.૦૪/૧૧/૨૦૨૩નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ.

આ બંને મુસદારૂપ નગર રચના યોજનાઓની ટૂંકી વિગત નીચે મુજબ છે.

મુસદારૂપ નગર રચના યોજના નં.૩૮-કોઠારીયા

ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.૬૯ તા.૧૯-૦૫-૨૦૨૩થી ઠરાવ્યા મુજબનાં ગામ કોઠારીયાનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.૩૮-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ.

• તે અન્વયે નીચે દર્શાવેલ સર્વે નંબરો આવરી લેતા વિસ્તારો માટે સદરહુ મુસદારૂપ નગર રચના યોજના અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.

કોઠારીયાનાં રેવન્યુ સર્વેનં. ૨૫૪ થી ૨૫૭, ૨૬૭ થી ૨૮૧, ૨૮૩ થી ૨૯૭, ૨૯૯, ૩૦૨, ૩૦૩/૨, ૩૩૩ થી ૩૩૮ તથા સરકારી ખરાબાનાં સર્વે નં.૩૫૨ પૈકી

• સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.૦૪/૧૧/૨૦૨૩નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.

• જરૂર જણાયે યોજના અંગેના વાંધા સુચનો એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, જેમાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેવાશે.

યોજનાનો હદ વિસ્તાર (ચતુર્સીમા)

ઉત્તરે: સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૦(કોઠારીયા)ની હદ આવેલ છે

દક્ષિણે: સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૯(કોઠારીયા)ની હદ આવેલ છે

પૂર્વે: ખોખડદડી નદી તથા ત્યારબાદ ગામ કોઠારીયાનાં સર્વે નંબર આવેલ છે

પશ્ચિમે: સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૧(કોઠારીયા)ની હદ આવેલ છે

યોજનાનું કુલ ક્ષેત્રફળ ૧૨૬૬૮૪૬ ચો.મી. એટલે કે ૧૨૬.૬૮ હેકટર જેટલું છે

• યોજના વિસ્તારમાં કુલ ૪૪ સર્વે નંબર અને ૯૬ મૂળખંડ આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ ૧૭૨ અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે ૭૫ મળીને ૨૪૭ અંતિમખંડ બનાવવામાં આવેલ છે

• રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે ૯, રહેણાંક વેંચાણ માટે ૧૨, વાણિજ્ય વેંચાણ માટે ૦૮, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૧૪ તેમજ ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે ૩૨ પ્લોટ્સ મળીને કુલ ૭૫ અંતિમખંડોની ૨,૬૫,૨૧૮ ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.

• ૨૪૮૧૯૬ ચો.મી. જેટલાં ૭.૫૦મી.,૯ મી., ૧૨ મી., ૧૫ મી., ૧૮ મી., ૨૪ મી. અને ૪૫ મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.

• સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૬.૧૯ %

• ખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૯.૯૭%

• બીનખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૮.૬૭%

• સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી ૩૮.૫૮%

• સદરહુ યોજનાનો મુસદ્દો તૈયાર થઇ ગયેલ હોઈ નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે જાહેર રજાનાં દિવસો સિવાયનાં દિવસોએ કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.

મુસદારૂપ નગર રચના યોજના નં.૩૯-કોઠારીયા

      ધી ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમન-૧૯૭૬ની કલમ-૪૧(૧)ની જોગવાઈઓ મુજબ રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા તેમનાં ઠરાવ નં.૭૦ તા.૧૯-૦૫-૨૦૨૩થી ઠરાવ્યા મુજબનાં ગામ કોઠારીયાનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.૩૯-કોઠારીયા તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવેલ.

• તે અન્વયે નીચે દર્શાવેલ સર્વે નંબરો આવરી લેતા વિસ્તારો માટે સદરહુ મુસદારૂપ નગર રચના યોજના અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ.

કોઠારીયાનાં રેવન્યુ સર્વેનં. ૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૦૮ થી ૩૩૨ તથા સરકારી ખરાબાનાં સર્વે નં.૩૫૨ પૈકી

• સદરહુ યોજનાની જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ તા.૦૪/૧૧/૨૦૨૩નાં રોજ જમીન માલીકોની સભા બોલાવવામાં આવેલ અને યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.

• જરૂર જણાયે યોજના અંગેના વાંધા સુચનો એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, જેમાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેવાશે.

યોજનાનો હદ વિસ્તાર (ચતુર્સીમા)

ઉત્તરે: સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૩૮(કોઠારીયા)ની હદ આવેલ છે

દક્ષિણે: લાગુ ખોખડદડ ગામનાં સર્વે નંબર આવેલ છે 

પૂર્વે: ખોખડદડી નદી તથા ત્યારબાદ ગામ કોઠારીયા તથા લાપાસરીનાં સર્વે નંબર આવેલ છે

પશ્ચિમે: ગામ કોઠારીયાનાં સર્વે નંબર આવેલ છે

યોજનાનું કુલ ક્ષેત્રફળ ૧૫૦૬૦૩૮ ચો.મી. એટલે કે ૧૫૦.૬૦ હેકટર જેટલું છે

• યોજના વિસ્તારમાં કુલ ૨૯ સર્વે નંબર અને ૭૨ મૂળખંડ આવેલ છે, જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ ૧૬૨ અને રાજકોટ મહાનગરપાલિકાને અનામત જમીન તરીકે ૬૩ મળીને ૨૨૫ અંતિમખંડ બનાવવામાં આવેલ છે

• રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે ૧૩, રહેણાંક વેંચાણ માટે ૧૧, વાણિજ્ય વેંચાણ માટે ૧૦, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે ૧૦ તેમજ ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે ૧૮ પ્લોટ્સ મળીને કુલ ૬૩ અંતિમખંડોની ૩,૧૫,૩૦૯ ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે.

• ૩૦૧૨૫૩ ચો.મી. જેટલાં ૯ મી., ૧૨ મી., ૧૫ મી., ૧૮ મી., ૨૪ મી., ૩૦મી. અને ૪૫ મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે.

• સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૪૦.૪૩ %

• ખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૯.૯૪%

• બીનખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી ૩૮.૭૩%

• સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી ૩૯.૬૨%

• સદરહુ યોજનાનો મુસદ્દો તૈયાર થઇ ગયેલ હોઈ નાનામવા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે જાહેર રજાનાં દિવસો સિવાયનાં દિવસોએ કચેરીનાં સમય દરમ્યાન તથા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર બંને મુસદ્દારૂપ ટીપી સ્કીમના નકશા તથા આનુસંગિક સાહિત્ય જાહેર જનતાને જોવા માટે મુકવામાં આવેલ છે.

Related posts

Leave a Comment