હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ)
આજ રોજ જામનગર જિલ્લા નાં કાલાવડ ખાતે વિજ્ઞાન – ગણિત અને પર્યાવરણ પ્રદર્શન વર્ષ 2023 નુ આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી જામનગ તેમજ દઘિચિ શાળા વિકાસ સંકુલ કાલાવડ દ્વારા તાલુકા કક્ષાના “Science Fair” નું આયોજન શ્રી નવજીવન વિદ્યાલય નિકાવા ખાતે કરવામાં આવ્યુ.
જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) “મધુબેન ભટ”, સરકારી શાળાનાં આચાર્યો અને શિક્ષકગણ, ખાનગી શાળાના આચાર્યો અને શિક્ષકગણ, નિકાવા ગ્રામપંચાયના પૂર્વ સરપંચ અને હાલના સદસ્ય રાજુભાઈ મારવિયા, ઉપસરપંચ, સદસ્ય રફીકભાઇ સાહમદાર, અન્ય ગ્રામપંચાયતનાં સદસ્ય, યાસીનભાઈ દોઢિયા પણ હાજર રહ્યા હતા તેમજ આજુબાજુનાં ગામમાંથી શિક્ષણપ્રેમી ગ્રામજનો, બહોળી સંખ્યામાં વાલીગણ અને વિદ્યાર્થી મિત્રો પણ હાજર રહ્યા હતા.
આ પ્રદર્શન માં ટોટલ 15 શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં 12 માધ્યમિક શાળા અને 3 ઉચ્ચતર માધ્યમિક શાળાએ ભાગ લીધો. તેમજ 29 કૃતિઓ મુકવામાં આવી.
રિપોર્ટર : યાસીન દોઢિયા, નિકાવા