હિન્દ ન્યુઝ, જામનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગર ખાતે ₹226 કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું.
સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે.
3750 મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં 1200થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ્સ એક્ટિવિટી તથા ફૂડ ઝોન જેવી સવલતોનો સમાવેશ.
