હિન્દ ન્યુઝ, જામનગર
ભૂકંપ, પૂર, વાવાઝોડું, ઓદ્યોગિક અકસ્માત,આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તી અને આપત્તી વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જે કાર્યક્રમ અંતર્ગત શહેરની ગુલાબનગર શાળા નં.૫૯ ખાતે શાળા સલામતી સપ્તાહ ઉજવણી માટે વંદે ગુજરાત ચેનલ પર રાજ્યમંત્રી પ્રફૂલ પાનસેરિયા અને જી.એસ.ડી.એમ.એ.ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અનુપમ આનંદ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શીત કરાયાં હતા.આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રમાંથી શહેર પ્રાંત અધિકારી પી.બી.પરમાર, ડીઝાસ્ટર મામલદાર, ડીઝાસ્ટર ડીપીઓ તથા શહેર ફાયર વિભાગમાંથી ફાયર ઓફિસર અને ડીઝાસ્ટર પ્રોજક્ટ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને આપત્તીઓથી રક્ષણ મેળવવા વિશેની સમજ આપવામાં આવી હતી.
આપત્તી સમયે સાવચેતી અને સલામતી વિશે વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે આગામી તા.૦૩/૦૨/૨૦૨૪ સુધી તંત્ર દ્વારા અગલ- અલગ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. જે અંતર્ગત જામનગર જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં તથા અલગથી મેગા ઇવેન્ટ માટે ૪૭ શાળાઓમાં અને શહેરની ૧૬ શાળાઓમાં ૧૦૮, ફાયર વિભાગ, આર.ટી.ઓ., તથા રીલાયન્સ અને જી.એસ.એફ.સી જેવી કંપીઓ દ્વારા અગલ – અલગ ડેમોસ્ટ્રેસન પણ યોજવામાં આવશે અને વિદ્યાર્થીઓને કુદરતી આપદાનો સામનો કરવાનું પ્રશિક્ષણ આપવામાં આવશે.