ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કરનાર શખ્સોને અદાલત સમક્ષ હાજર થવા જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર

     સાહિલભાઇ શોકતભાઇ મલ્લેક, રહે:- ટીંટોડીવાડી, મહમદી એપાર્ટમેન્ટ, ખોજા ગેટ પાસે,જામનગર કે જેઓએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે તથા ઈકબાલભાઇ હુશેનભાઇ ખફી રહે- મસીતીયા કન્યાશાળા સ્કુલની બાજુમાં, તા.જી.જામનગર કે જેઓએ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે તેમજ તે પરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર થઈ આવેલ શેરા અનુસાર સદહરૂ સખશો મળી આવતા નથી તથા ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે.

આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે સાહિલભાઇ શોકતભાઇ મલ્લેકે તે ફરિયાદનો જવાબ આપવા તા.૧૪-૦૩-૨૦૨૪ ના રોજ તથા ઈકબાલભાઇ હુશેનભાઇ ખફીએ તા.૨૧-૦૨-૨૦૨૪ ના રોજ સવારના ૧૧:૦૦ કલાક સુધીમાં અથવા તે પહેલા અદાલત સમક્ષ જામનગર ખાતે હાજર થવા ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ, જામનગર શામનાથ ચદ્વંમોહન વેમુલા દ્વારા જાહેરનામું બહાર પાડી જણાવાયું છે.

 

 

 

Related posts

Leave a Comment