જુની સીરીઝમા બાકી રહેલા વિવિધ પ્રકારના વાહનો માટે ગોલ્ડન તથા સિલ્વર નંબરના ઇ-ઓકસનની પ્રક્રિયા હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, જામનગર 

     જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ વ્હીલર, થ્રી વ્હીલર(ઓટો રિક્ષા), ફોર-વ્હીલર, હેવી ગુડ્ઝ વાહન તથા અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો માટેની તમામ જુની સીરીઝમા બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૦૧-૦૨-૨૦૨૪ થી ૦૫-૦૨-૨૦૨૪ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૦૫-૦૨-૨૦૨૪ થી ૦૭-૦૨-૨૦૨૪ અને ઇ-ઓકશનનું પરિણામ તા.૦૭-૦૨-૨૦૨૪ના બપોરે ૦૪.૦૦ કલાક પછી રહેશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉપરોકત વેબસાઇટ પર લોગીન કરીને વાહન ખરીદીના દિવસ-૭ની અંદર ઓનલાઇન CNA ફોર્મ ભરવાનું રહેશે.

વાહન માલિકે ગોલ્ડન અને સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઇન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિકે પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે.ઇ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલ અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઇન દિવસ-૫ કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહી જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

 

 

 

Related posts

Leave a Comment