જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર

     ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે નામી- અનામી શહીદવીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં દર વર્ષે તારીખ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિન નિમિત્તે સવારે 11:00 કલાકે 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે.

ત્યારે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીગણ દ્વારા દેશ માટે પ્રાણની આહુતિ અર્પણ કરનારા શહીદ વીરો પ્રત્યે ઋણ અદા કરવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

 

Related posts

Leave a Comment