જામજોધપુર ખાતે પશુ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામજોધપુર

      રાજ્ય સરકારના માર્ગદર્શન તળે જામનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ અને ગૌ સેવા મંડળ દ્વારા જામજોધપુર ખાતે પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.રામકુંવરબેન ગોપાલભાઈ કતીરા પરિવારના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જામજોધપુર ગૌશાળા ખાતે વિનામૂલ્યે પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્ર ક્રિયા કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કેમ્પમાં મેડીસીન વિભાગમાં 28, સર્જરી વિભાગમાં 16, ગાયનેક વિભાગમાં 33, ડીવીંગમાં 400 તથા 112 લાભાર્થી પશુપાલકોના કેસ મળીને કુલ 842 જેટલા પશુઓની સારવાર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરુઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુકલ, વેટરનરી ઓફીસર ડો.ઈકબાલ ભટ્ટી, પશુપાલન વિભાગના સ્ટાફ ગણ, પાંજરાપોળના પ્રમુખ સી.એમ. વાછાણી, સંસ્થાના પ્રમુખ કાન્તિભાઈ રામોલીયા, ટ્રસ્ટી નરેન્દ્રભાઈ કડીવાર, દીલીપભાઈ કતીરા તેમજ ગૌ સેવા મંડળ કારોબારી સમિતીના સદસ્યશ્રીઓએ જહેમત ઉઠાવી હતી.

 

 

 

 

Related posts

Leave a Comment