જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે ઝોનકક્ષા અને શહેરકક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

      ખેલ મહાકુંભ 2.0 કાર્યક્રમ અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી- જામનગર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ઝોન કક્ષાની ચેસ સ્પર્ધામાં 4 વિવિધ ઝોનમાંથી 600 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે અન્વયે, એસ.બી.શર્મા વર્લ્ડ સ્કૂલ ખાતે જામનગર શહેર કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ 6 વયજુથમાં સમાવિષ્ટ 48 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર હાર્દિકભાઈ જોષીએ કર્યં હતું.

 

 

Related posts

Leave a Comment