બોટાદ નગરપાલિકાના સ્વચ્છતા સેનાનીઓએ બોટાદની મધ્યમાંથી પસાર થતી નદી ચોખ્ખી-ચણાક કરી

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના માર્ગદર્શન અન્વયે બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના નેતૃત્વમાં સમગ્ર બોટાદમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે. ત્યારે બોટાદ નગરપાલિકાના સ્વચ્છતા સેનાનીઓએ બોટાદની મધ્યમાંથી પસાર થતી નદી ચોખ્ખી-ચણાક કરી દીધી છે. 

સ્વચ્છતા સૈનિકોની રાત-દિવસની મહેનત હવે સ્પષ્ટ જોવા મળી રહી છે. ત્યારે આપણે સૌ જાગૃત નાગરિક બનીએ. વહીવટી તંત્રની દિવસોની મહેનતને પ્રોત્સાહન આપીએ અને કચરો કચરા પેટીમાં જ નાખવાનો આગ્રહ રાખીએ. નદીમાં નાખેલા કચરાથી આસપાસના સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય છે અને તેનો ભોગ આપણે તો બનીએ જ છીએ સાથેસાથે અનેક અબોલ જીવ પણ આ પ્રદૂષણનો ભોગ બને છે. માટે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને સાર્થક કરીએ. 

પર્યાવરણ પ્રત્યે સભાન બનવાનો અને કચરાનો જવાબદારીપૂર્વક નિકાલ કરવાનો આ સમય છે. નદીઓમાં છોડવામાં આવતા પ્રદૂષકોના દૂરગામી પરિણામો છે, જે સમગ્ર ઇકોસિસ્ટમને અસર કરે છે. તેથી, સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી; કુદરતી સંસાધનોનો આદર કરવો અને પર્યાવરણીય સંતુલન જાળવવું એ આપણી જવાબદારી છે.કચરાનો જ્યાં ત્યાં નિકાલ કરવાને બદલે કચરા પેટીમાં સંગ્રહિત કરી અને તેને ગાર્બેજ વાનમાં જ નાખીએ. બોટાદની સ્વચ્છતા જાળવવામાં અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ વાતાવરણના નિર્માણમાં સક્રિયપણે ભાગ લેવો એ જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ અદા કરવી જોઈએ. 

તો ચાલે, આપણે આપણી રોજિંદી આદતોમાં નાનો ફેરફાર કરી બોટાદ માટે સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણના નિર્માણ માટે સામૂહિક રીતે ફાળો આપીએ અને આપણે પણ બનીએ સ્વચ્છતા સેનાની.

રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ

Related posts

Leave a Comment