હિન્દ ન્યુઝ, બોટાદ
ઘર વિહોણા તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પુરું પાડવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિર્ધારને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાત સતત ચરિતાર્થ કરી રહી છે. ત્યારે બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના લાભાર્થી કુકીબેન ખોડદના પરીવારને તેમના સ્વપ્નનું ઘર મળવા જઈ રહ્યું છે. લાભાર્થી કુકીબેન ખોદડે પોતાના ભુતકાળને વાગોળતા કહ્યું કે, અમે કાચા મકાનમાં રહેતાં હોવાથી અમને પારાવાર મુશ્કેલીઓ પડતી હતી. સરકારની સહાયથી અમને પાકું મકાન મળતા અમારી તમામ ચિંતાઓ દૂર થઈ છે. “હું અને મારો પરિવાર સરકારના આભારી છીએ. શિયાળો, ઉનાળો, ચોમાસુ… હવે દરેક ઋતુમાં અમે સલામત રહી શકીશું. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક પરિવારોના સપના સાકાર થયાં હોવાનું તેમણે જણાવ્યું હતું.