વટવા ઈન્ડો જર્મન ટુલ ખાતે ડિપ્લોમા કોલેજમાં બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, અમદાવાદ

     અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન ટીમ અમદાવાદ દ્વારા ઈન્ડો જર્મન ટુલ, જી.આઈ.ડી.સી., વટવા ખાતે ડિપ્લોમા કોલેજના વિદ્યાર્થી તેમજ સ્ટાફ માટે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત વ્હાલી દિકરી યોજન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજના, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર યોજના તેમજ સમાજ સુરક્ષા ખાતાની પાલક માતા-પિતા યોજના તેમજ અન્ય મહિલાલક્ષી યોજનાઓ વિશે કાર્યક્રમમાં હાજર લોકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને મતદાન વિષેની પણ સમજ અને માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ જીતેશભાઈ સોલંકી, સ્પેશિયાલિસ્ટ ઈન ફાઈનાન્સ ઈન લીટ્રેસી હેમલબહેન બારોટ, ભાવેશ પરમાર, વટવા પોલીસ સ્ટેશનના She ટીમના પારૂલબહેન સોલંકી, કોન્સ્ટેબલ અલ્કેશભાઈ વલ્વી, ઈન્ડો જર્મન ટુલના જનરલ મેનેજર શ્રી વિશાલ કુમાર, HOD નિલમબહેન પરમાર, જય માડી ટ્ર્સ્ટના પ્રેસિડેન્ટ પંકજભાઈ પંચાલ તેમજ નિધિ ફાઉન્ડેશનના વાઈસ પ્રેસિડેન્ટ બિંદુબહેન અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment