હિન્દ ન્યુઝ, જસદણ
વિછીંયા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે ₹૩૩૭ કરોડના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જેમા નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા વિભાગના સૌની યોજના લિંક-૪ પેકેજ-૯ વિંછીયા ધારેઈ, આલણસાગર, આધીયા ફીડર પાઇપલાઇન, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ભાડલા અને વિંછીયા જૂથ સુધારણા યોજનાના ખાતમુહૂર્ત તેમજ આટકોટ ખાતે નવુ બનેલ બસ સ્ટેશન, માર્ગ અને મકાન વિભાગના ભડલી ખાતે મેજર બ્રિજ ઘેલો નદી પર, વીંછિયા ખાતે બનેલ આઈ.ટી.આઈ. બિલ્ડિંગના લોકાર્પણ સહિત દિવ્યાંગ સાધન સહાયનું વિતરણ કરવામા આવેલ.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ