આદિમ જાતિ બહુલ માધુપુર-જાંબુર ગામ ભાતીગળ રંગે રંગાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે આદિજાતિ બહુલ માધુપુર-જાંબુર ગામે પહોંચ્યાં હતાં.

કલેકટરએ માધુપુર-જાંબુર ગામમાં આદીમ જાતિને ધ્યાનમાં રાખીને ગામમાં ઊભાં કરવામાં આવનાર મતદાન બુથને આદિમ સંસ્કૃતિ મુજબ ભાતીગળ રીતે ઊભા કરવામાં આવે તે માટેનું જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટર જણાવ્યું હતું કે,આ ગામની સ્વચ્છતા કરીને રંગોળીઓ સહિતના સુશોભન સાથે ગામમાં દિવાળી જેવો અવસર હોય તેવી રીતે શણગારવામાં આવશે. તેમજ મતદાનના દિવસે આદિમ જૂથના નાગરિકો સમૂહમાં પોતાની ભાતીગળ વેશભૂષામાં એક સાથે બહોળી સંખ્યામાં મતદાન કરવા આવે તે માટેની તેમણે અપીલ કરી હતી.

કલેકટરએ ગામની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે સંવાદ કરી ગ્રામજનોના સ્વચ્છતા, પાણી, ગટર, વીજળી સહિતના પ્રશ્નો સાંભળીને તેનો ત્વરિત નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

કલેકટરની સૂચનાનો ત્વરિત અમલ કરતા તાલુકા વિકાસ અધિકારી રજનીશ ઠુમર દ્વારા ગામને સુંદર બનાવવા માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, નાયબ કલેકટર-૧ ભૂમિકાબેન વાટલિયા, નાયબ ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, પ્રાયોજના અધિકારી મહેશ મણવર, તાલાલાના મામલતદાર બી.એચ.કુબાવત સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment