હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગરના રહેવાસી આશાબેન છટીદારને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત સવા ત્રણ લાખમાં ઘરનું ઘર મળતા તેમનો પરિવાર ખૂબ જ ખુશખુશાલ થયો છે.
આ અંગે આશાબેને વધુમાં જણાવ્યું હતું કે તેમનો પરિવાર આવાસ યોજના નું ઘર જોવા માટે ગયો હતો જેમાં સુવિધા જોઈને બધાને ખૂબ જ સંતોષ થયો છે આ ઉપરાંત તેઓને ભાડાના મકાનમાં થતી મુશ્કેલી અંગે પણ તેમને જણાવ્યું હતું.
ભાડાના મકાનમાં રહેતા હોય ત્યારે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત ખ્યાલ આવતા તેમને ફોર્મ ભર્યું હતું અને તેમને ઘર નું ઘર મળતા સ્વપ્ન સાકાર થયું છે.
તેઓએ ખુશી સાથે જણાવ્યું હતું કે ભાડાના મકાનમાં જેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તેટલું જ સારું મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળતા પરિવારે આનંદ વ્યક્ત કર્યો છે.