પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ભાડાના મકાનમાંથી મળી મુક્તિ: કિંજલ બેન ત્રિવેદી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના થકી ભાવનગરના રહેવાસી કિંજલબેન ત્રિવેદીને ઘરનું ઘર મળતા તેઓને ભાડામાંથી મુક્તિ મળી હોવાનું જણાવ્યું હતું.

કિંજલબેન એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ સુવિધા યુક્ત છે તેમાં લિફ્ટ, ગેસ લાઇન લાઈટ કનેક્શન તેમજ અન્ય સુવિધાઓ પણ ખૂબ જ સારી છે.

ભાડાના મકાનમાં તેઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના થી ઘરનું ઘર મળતા બચત થશે અને આ બચત થી બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉચ્ચ એજ્યુકેશનમાં મદદરૂપ થશે.

 

 

 

Related posts

Leave a Comment