ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરતી રાજ્ય સરકાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર લોકોની સુખાકારી અને સુવિધાઓ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા શહેરમાં ઘર વિહોણા લોકો માટે પોતાનુ પાકુ મકાન બાંધી શકે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અમલમાં છે.જેના લીધે રાજ્યનાં અનેક પરીવારોને રહેવા માટે સુવિધાયુકત પાકા મકાનની છત મળી રહી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત પાકું મકાન બનાવવા માટે વેરાવળ શહેરના રહેવાસી મંજુલાબહેન લલિતભાઈ ડાભીને રુ. ૩.૫૦ લાખની સહાય મળી હતી.આ સહાયના સહારે મંજુલાબહેન સુવિધાયુકત પાકુ મકાનનુ નિર્માણ કર્યુ છે.આજે મંજુલાબહેન પરીવાર સાથે પોતાના પાકા મકાનમા નિવાસ કરે છે.

મજુરી કામ કરતા મંજુલાબહેન પોતાના પાકા મકાનમાં રહેવાની ખૂશી વ્યક્ત કરતા જણાવ્યુ હતુ. કે પહેલા અમારી પાસે રહેવા મકાન ન હતુ.અમારો પરીવાર સાથે ભાડાના મકાનમાં રહેવુ પડતુ હતુ. અને બાળકો નાના હતા અને ઘરકામ કરીને પરીવારનુ ભરપોષણ, શિક્ષણ સહિતની જવાબદારી પરિપૂર્ણ કરતા આર્થિક મુશ્કેલીઓ પડતી હતી અને ભાડુ પણ નિયમિત ભરી શકતા ન હતા. તેથી વારંવાર મકાન બદલાવવા પડતા હતા. ખૂબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજનાની માહિતી મળતાજ આ યોજનામાં ફોર્મ ભર્યુ હતુ અને જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા.જેમા પણ કોઈપણ મુશ્કેલી પડ્યા વગર અમને સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રુ ૩.૫૦ લાખની સહાય મળી આજે અમે પાકુ મકાન બંધાવીને પાકા મકાનમાં રહીએ છીએ અને સમાજમાં પણ માન મોભા સાથે કહી શકીએ છે. કે આજે અમારે પણ પોતાનુ ઘરનુ ઘર છે.

Related posts

Leave a Comment