વાંકાનેર
આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ 27 નેશનલ હાઈવે પર ઢુવા પાસે એક ટ્રક અને બોલેરોનું અકસ્માત થયું હતું જેમાં બોલેરો ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ઢુવા ઓવરબ્રિજ પર બોલેરો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં બોલેરો ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ બોલેરો ચાલક વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના માથકિયા ઈસ્માઈલ મહમદભાઈ જીવાભાઇ (ઉંમર વર્ષ આશરે ૪૦) છે.
અકસ્માત થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી પહોંચતાં મૃતકની ડેડબોડીને વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રિપોર્ટર : કલાભાઇ પાંચીયા મોરબી