ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

    ગીર-સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા શ્રી સરસ્વતી કોલેજ ગીર ગઢડા ખાતે ઘરેલું હિંસા અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં દહેજ પ્રતિબંધક અધિકારી દ્વારા ઘરેલુ હિંસા અધિનીયમ -૨૦૦૫ની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને પેનલ એડવોકેટ દ્વારા કાનૂની સેવાઓની માહિતી આપવામાં આવી હતી.

તદુપરાંત સખી વન સ્ટોપ સેન્ટરની , સાયબર ક્રાઇમને લગતી માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલાલક્ષી યોજનાઓ, પી.બી.એસ.સી.ની માહિતી,૧૮૧- અભયમ મહિલા હેલ્પ લાઇનની માહિતી પુરી પાડવામાં આવી હતી.અને મહિલા અને બાળ કલ્યાણની વિવિધ યોજનાં પેમ્પ્લેટ,પ્રિન્ટિંગ બેગ,બેટી બચાઓ બેટી પઢાવો યોજના અંતર્ગત ૨૦૨૪ના કેલેન્ડર વિતરણ કરવામાં આવ્યા હતા.

આ શિબિરમાં શ્રી સરસ્વતી કોલેજના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જોશી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી આર.એમ.જીંજાળા,તાલુકા મફત કાનૂની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ રવિભાઈ સોલંકી સહિતના કર્મચારીઓ કોલેજના વિભિન્ન શાખાનીવિદ્યાર્થિનીઓ,ઉપસ્થિત રહી હતી.

Related posts

Leave a Comment