વિના કોઇ ખર્ચે માર્ગદર્શન મારા ખેતર સુધી આવ્યું : ગોહિલ ભૂપતસિંહ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

ગોહિલ ભૂપતસિંહ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામના રહેવાસી છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત તેમણે સોઇલ હેલ્થ કાર્ડના લાભ વર્ણવ્યા હતા. કાર્ડ દ્વારા તેમની ખેતીની જમીનમાં શું ક્ષતિ છે તેની તપાસ કરી તેમને જમીનની પરિસ્થિતિ સુધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જીવામૃત, ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા તથા વેસ્ટ ડીકમ્પોઝરની અનેક પ્રક્રિયા દ્વારા જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે. ગોહિલ ભૂપતસિંહ તેમનો અનુભવ જણાવતાં કહે છે કે કચેરીના ધક્કા ખાયા વગર એક પણ રૂપિયાના ખર્ચ વિના સરકારનો લાભ તેમના ખેતર સુધી આવ્યો છે.

 

Related posts

Leave a Comment