પ્રાકૃતિક ખેતી દ્વારા મૂલ્યવર્ધક ઉપજ મેળવી વેચાણ કરું છું : લક્ષ્મણદેવસિંહ ગોહિલ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

લક્ષ્મણદેવસિંહ ગોહિલ ઘોઘા તાલુકાના અવાણીયા ગામના એક પ્રગતિશીલ ખેડૂત છે. છેલ્લા ૪ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી દ્વારા ઉપજ મેળવી રહ્યા છે. આ ઉપજ દ્વારા મૂલ્યવર્ધન થાય છે. લક્ષ્મણદેવસિંહનું કહેવું છે કે આ ઉપજના વેચાણ દ્વારા તેમને ખૂબ ફાયદો થાય છે.

ઉલ્લેખનીય છે કે અવાણીયા ગામ મરચીના વાવેતર માટે પ્રખ્યાત છે. લક્ષ્મણદેવસિંહ પણ મરચીનો પાક ઉગાડી તેનું વેચાણ ખેતરમાં જ કરે છે. તેઓ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી શરુ કર્યા બાદ આવક બમણી થઈ છે અને ખર્ચ ઓછો થયો છે. જેથી બીજા ખેડૂતભાઇઓએ પણ પ્રાકૃતિક ખેતી શરુ કરવી જોઇએ.

 

 

Related posts

Leave a Comment