માતા અને બાળક બન્ને માટે માતૃશક્તિ અસરકારક : જલ્પાબેન મકવાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા ઘાત્રી માતાના સ્વાસ્થ્ય માટે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ ખાદ્યસામગ્રીના પેકેટ આપવામાં આવે છે. જલ્પાબેન મકવાણાને ૧ મહિનામાં માતૃશક્તિના ૪ પેકેટ આપવામાં આવે છે. જલ્પાબેન ઘોઘા તાલુકાના માલપર ગામના રહેવાસી છે અને ૫ મહિનાના એક સંતાનના માતા છે. આ સામગ્રીમાંથી તેઓ સુખડી, લાડું જેવી વાનગી બનાવી તેના પોષક તત્ત્વો મેળવે છે.

જલ્પાબેન ખુશીની લાગણી સાથે જણાવે છે કે માતૃશક્તિ હેઠળ અપાતી સામગ્રીનો લાભ દરેક ઘાત્રી માતાએ લેવો જોઈએ. તેનાથી માતા અને બાળક બન્નેની શારીરિક ક્ષમતામાં વધારો થાય છે. પરિણામ સ્વરૂપે માતા અને બાળક બંને સ્વસ્થ બને છે.

 

 

Related posts

Leave a Comment