હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના માલપર ગામે આજે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવ્યો હતો. આ તાલુકાનું ‘શ્રી ચામુંડા સંગિની મહિલા મંડળ’ એક સખી મંડળ છે. આ મંડળને સરકાર દ્વારા ૧ લાખ રુપિયાની લોન તેમજ ૧૦ હજારનું રેવૉલવિંગ ફંડ પણ મળ્યું છે.
મંડળમાં ૧૦ બહેનો જોડાયેલા છે અને તેઓ સાડી કામ, ભરતગૂંથણનું કામ અને સાથોસાથ પશુપાલન પણ કરે છે. સખી મંડળને સરકાર તરફથી મળેલી સહાયના કારણે બહેનો પગભર બન્યા છે. આ બદલ તેઓ સરકારનો આભાર માને છે.
