જિલ્લા રોજગાર વિનિમય કચેરી પોરબંદર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા તથા ડો.વી.આર.ગોઢાણીયા કોલેજનાં સંયુક્ત ઉપક્રમે મેગા જોબફેર તથા એપ્રેન્ટીસશીપ જોબ ફેરનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, પોરબંદર

    જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા તા. ૧૬ ફેબ્રુઆરીનાં રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પોરબંદર તથા ડો.વી.આર.ગોઢાણીયા કોલેજ સંકુલનાં સંયુક્ત ઉપક્રમે મેગા જોબફેરનું આયોજન ડો.વી.આર.ગોઢાણીયા કોલેજ ખાતે કરાયું હતું. જેમાં નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશયથી ઓદ્યોગિક ભરતીમેળાનું (મેગા જોબફેર) આયોજન કરવામાં આવેલ હતું. મેગા જોબફેરમાં પોરબંદર જિલ્લાના કુલ ૩૬૫૯ રોજગારવાંચ્છુક યુવાઓને કોલ લેટર મોકલવામાં આવેલ હતા. જે પૈકી ગ્રામ્ય વિસ્તારના ૧૭૮૨ ઉમેદવારોને ભરતીમેળાના સ્થળે મફત મુસાફરી માટે આવવા-જવાના એસ.ટી કુપન ફાળવવા આવેલ હતા તથા ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. સ્થળ પર રીફ્રેશમેન્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કલેકટર, પોરબંદર કે.ડી.લાખાણી, પોલીસ અધિક્ષક, બી.યુ.જાડેજા, જિલ્લા રોજગાર અધિકારી, ડી.એ.પરમાર, પ્રિન્સીપાલ, ભાવસિંહજી હાઈસ્કુલ, નમ્રતાબા વાઘેલા તથા સંસ્થાના આચાર્યશ્રી કેતનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆત દીપ પ્રાગટ્ય તથા મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ જિલ્લા રોજગાર અધિકારી, ડી.એ.પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રેરક ઉદ્ભોધન તથા સારી કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી. તેમણે માર્ગદર્શન રૂપે પોતાના અનુભવો રજુ કર્યા હતા. ભરતીમેળામાં સ્થાનિક તથા અન્ય જિલ્લાના નોકરી દાતાઓનાં પ્રતિનિધિઓ હાજર રહેલ તેઓ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપેલ હતી, નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સુચારુ સંચાલન શિક્ષક પૂજાબેન રાજા દ્વારા કરવામા આવ્યુ હતુ તથા કાર્યક્રમના અંતે આભારવિધી ડો. વી.આર.ગોઢાણીયાનાં પ્રિન્સીપાલ કેતન શાહ દ્વારા કરવામા આવી હતી. ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૨૯૭ રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ ઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું. આ મેગા જોબ ફેરમાં બહોળી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો.

Related posts

Leave a Comment