બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ પ્રસિધ્ધ કર્યું જાહેરનામું

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં જુદી જુદી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓ, અરજદારઓ દ્વારા વિવિધ માંગણીઓ તથા રજુઆતો કરવા સભા/સરઘસ/રેલી/ઉપરવાસ જેવા કાર્યક્રમ કરતા હોય છે. જેના કારણે તંગદીલી જેવુ વાતાવરણ સર્જાય અને આવા કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમની રજુઆત કરતા વર્ગવિગ્રહ જેવા બનાવો પણ જિલ્લામાં બનવાની શક્યતા હોય છે, તેમજ ભૂતકાળના બનાવો ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, અને માલ મિલ્કતને નુકશાન થાય છે, જેથી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર સભા-સરઘસ-રેલી વગર પરવાનગીએ કોઈ કાઢે નહી તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે પોતાની સત્તા રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામામા જણાવ્યા મુજબ ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી, સરકારી નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિતને, કોઈ લગ્નમાં વરઘોડાને, સ્મશાન યાત્રા કે જેમા જોડાનાર વ્યકિતઓને તેમજ સબંધિત તાલુકા એકઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ/સક્ષમ અધિકારીની કાયદેસર પરવાનગી મેળવેલ લોકોને લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment