વાંકાનેર ખાતે દલડી ગામમાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરતો એક પકડાયો….

વાંકાનેર,

વાંકાનેર તાલુકાના દલડી ગામના પેટ્રોલ પંપ સામે રોડ પર tvs ના જ્યુપિટર જી.જે.૩૬-જે-૦૯૧૯ માં ગેર કાયદેસર રીતે, પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બોટલ નંગ 115, કી.રૂ. 4400 સાથે જીતેન્દ્રભાઇ ઉર્ફે જયંતી અમુભાઇ ચાવડા (ઉ.વ. ૨૨, રહે. મોરબી, ઇન્દીરાનગર ખોડીયારમાના મંદીર પાસે, મુળ રહે. હરીપર, તા. માળીયા) પકડાયો હતો. પોલીસે વિદેશી દારૂ અને સ્કૂટર મળી કુલ રૂ. 44,500નો મુદામાલ કજે કર્યો હતો. આ બનાવમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment