બોટાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં ફરમાવી હથિયાર બંધી

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા સુલેહ શાંતિ જાળવવા આ માસ દરમ્યાન અમુક પ્રતિબંધિત ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, લાકડીઓ, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં હથિયાર બંધી ફરમાવી છે. આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કોઈ વ્યકિત કે વ્યકિતના સમુહ દ્વારા શશ્ત્રો, દંડા તલવાર, ભાલા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવા પર, કોઈપણ ક્ષયધર્મી અથવા સ્ફોટક પદાર્થ લઈ જવા પર, પથ્થરો અથવા બીજા સસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવા પર, એકઠા કરવા પર તથા તૈયારી કરવા પર, કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવા પર, વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા પર તથા લોકોએ બુમ પાડવાની ગીતો ગાવાની તથા વાધ વગાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યકિત દંડ અને શિક્ષાને પાત્ર થશે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment