હિન્દ ન્યુઝ, રાધનપુર
રાધનપુર બસ ડેપો માં સૌચાલય સામે અનેક પ્રશ્નો, સૌચાલય માંઘોર બેદરકારી, કરોડો ના ખર્ચે બનાવેલ નવીન બસ ડેપો માં આવેલ સૌચાલય સામે અનેક પ્રશ્નો આવ્યા સામે. નવીન બનાવેલ સૌચાલય માં રાત્રી ના સમય માં બસ મારફતે ઉતરેલ મુસાફર ને મોટી હાલાકી નો કરવો પડી રહ્યો છે સામનો. રાધનપુર બસ ડેપો સૌચાલય માં ફક્ત ને ફક્ત પૈસા માટે પ્રેમ છે, દિવસ દરમિયાન આ શૌચાલય માં લેવામાં આવે છે પૈસા અને એ દરમિયાન પાણી ની પણ વ્યવસ્થા જોવા મળે છે, જ્યારે રાત્રી ના સમય માં કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી શૌચાલય ઉપર પાણી ના ટાંકા માં વાલ મૂકવામાં આવ્યો છે, જે વાલ રાત્રી ના સમય માં બંધ કરી દેવામાં આવે છે અને રાત્રી ના સમય માં શૌચાલય માં તાળું પણ મારી દેવામાં આવે છે. આ કૃત્ય થતાં બસ ડેપો મેનેજર તથા જે તે બસ ડેપો તંત્ર સામે અનેક જાત ના સવાલો ઊભા થઈ રહ્યા છે. મુસાફર ને રાત્રી ના સમય માં ખૂબ તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે, કોઈ જાત ની વ્યવસ્થા આ શૌચાલય માં નથી. નળ માં પાણી નથી આવતું તો સામે ગંદકી નું સામ્રાજય પણ આ શૌચાલય માં જોવા મળી રહ્યું છે. આ ઘોર બેદરકારી ના કારણે મુસાફરો ને બહાર ના ભાગ માં શૌચ કરવા મજબૂર બનવું પડી રહ્યું છે. રાધનપુર બસ ડેપો માં આવેલ શૌચાલય ફક્ત ને ફક્ત પૈસા થી તેમજ મન મરજી થી ચાલી રહ્યું હોવાનું મુસાફરો દ્વારા જાણવા મળી રહ્યું છે. જો આવી જ રીતે શૌચાલય માં પાણી વ્યવસ્થા સામે પ્રશ્ન તેમજ ગંદકી નું સામ્રાજય જોવા મળે તો મુસાફરો ને તકલીફ નો સામનો કરવો પડશે એમાં કોઈ બે મત નથી. રાધનપુર એસ.ટી. ડેપો મેનેજર અને તંત્ર સામે મુસાફરો દ્વારા અનેક આવા પ્રશ્નો છે જેને લઈ તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે અને આ શૌચાલય માં પાણી વ્યવસ્થા તેમજ સાફ સફાઈ ની જરૂર હોઈ આ વ્યવસ્થા કરવામાં આવે એવી મુસાફરો ની રજૂઆત છે.
અમુક સ્થાનિક લોકો દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે કે બસ ડેપો ની અંદર વાઈ ફાઈ ઝોન હોવાથી રાત્રી ના સમય માં લુખ્ખા તત્વો પણ જોવા મળે છે તેમજ દારૂ પીધેલી હાલત માં હોઈ ત્યાં બેઠેલ મુસાફરો ને તકલીફ પડી રહ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મુસાફરો તથા સ્થાનિક લોકો ની માંગ છે કે રાધનપુર બસ ડેપો માં પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ તો થાય છે પણ તેની અંદર હજુ વધારો કરવામાં આવે અને આવા લુખ્ખા તત્વો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. છેલ્લા અઠવાડિયા માં અમુક એવા બનાવો પણ સામે આવ્યા છે જે શરમ જનક તો છે જ, પરંતુ રાધનપુર ડેપો તંત્ર ની બેદરકારી ના લીધે આ બનાવો વધી રહ્યા છે. પ્રેમી યુગલો ખુલ્લે આમ રાત્રી ના સમય માં ત્યાં જે તે કૃત્ય કરતા જોવા મળ્યા છે, તો બીજા કિસ્સા ની અંદર એક પ્રેમી યુગલ જે રાત્રી ના વહેલી પરોઢ સમય ૪ વાગ્યા પછી બસ ડેપો ખાતે ઍક્ટિવા (એક્ટિવા નંબર – GJ12 DB 0616, P A વ્હાઈટ કલર) મૂકી ડેપો માં થી બસ મારફતે રફૂતફુ થયેલ અને આ એક્ટિવ રાત્રી ના ૪ વાગ્યા ના સુમારે થી લઇ બીજા દિવસ રાત્રી ના ૧૦ વાગ્યા ના સુમારે એક જ સ્થળે પડી રહેલ હોવા થી ચોકીદાર મકવાણા અશ્વિનભાઈ એ પોલીસ સ્ટાફ ને જાણ કરતા આ ઍક્ટીવા પોલીસ સ્ટેશન માં જપ્ત કરી આગળ કાર્યવાહી હાથ ધરાઇ. રાધનપુર બસ ડેપો માં અઠવાડિયા ના દર શનિવારે રાત્રે ડેપો માં કોઈ ચોકીદાર જોવા મળતો નથી, સ્થાનિક ચોકીદાર શનિવાર ના દિવસ રાખવામાં આવે છે, જે રાત્રે ૧૨:૦૦ વાગ્યા પછી રફું ચક્કર થઈ જાય છે અને ડેપો માં ચોકીદાર વગર નું કામકાજ હોઈ અનેક પ્રશ્નો કે બનાવો બનતા જોવા મળે એમાં કોઈ તથ્ય નથી.
આમ, રાધનપુર બસ ડેપો મેનેજર અને તંત્ર સામે અનેક પ્રશ્નો પડકારો થઈ રહ્યા છે, બસ ડેપો માં શૌચાલય થી માંડી પ્રેમી યુગલો, લૂખ્ખા તત્વો થી માંડી નશા ની હાલત માં જોવા મળી રહ્યા છે માણસો જે ખરેખર ડેપો તંત્ર ની ઘોર બેદરકારી અને ઘોર નિંદ્રા માં હોઈ એવુ જોવા મળી રહ્યું છે. મુસાફરો તથા સ્થાનિક લોકો નું કહેવું છે કે તંત્ર સજાગ બને અને આવા કૃત્યો આવનાર સમય માં ના બને એ માટે તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકો ની માંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર