વડનગર ખાતે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનથી ગ્રામ્ય રોજગારીનુ સર્જન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     કોડિનાર તાલુકાના વડનગર ગામે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન અંતર્ગત મહાદેવ મહિલા મંડળ દ્વારા ગામમાં જ રોજગારી સર્જન કરીને પ્લાસ્ટીક મુક્ત ગામ બને તે માટે હેતુસર ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.

મહાદેવ મહિલા મંડળ દ્વારા વડનગર પ્લાસ્ટિક મુક્ત રહે તે પ્લાસ્ટિક વેસ્ટ કલેકશન કરીને ગામમાં પ્લાસ્ટીક કચરો થાય નહી તે માટે નોંધનીય કામગીરી કરવામાં આવી રહી છે. ગામમાં પ્લાસ્ટિક વેસ્ટ કલેકશનના નાણા તરીકે રુ.૨૩૬૦૦નો ચેક કોડિનાર તાલુકા વિકાસ અધિકારી બગથરિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ચૂકવવામાં આવ્યો હતો.

            ગામમાંથી NRLM યોજના અંતર્ગત મહાદેવ મહિલા મંડળ બચત ખાતું ખોલવામાં આવ્યુ હતુ. અને મંડળ દ્વારા આજીવિકા મળી રહે અને વડનગર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે વડનગર ગામમાં પ્લાસ્ટિક એકત્રીકરણ કરવામાં આવે છે.

પ્લાસ્ટિક એકત્રીકરણના કારણે ગામમાં ગંદકીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે.અને ગામમાજ લોકોને રોજગારી મળી રહે તે માટે આ પ્લાસ્ટીક મહાદેવ મંડળના બહેનો NRLM યોજના દ્વારા ૧ કિલ્લોના ૧૦ રૂપિયા ચૂકવવામાં આવે છે. અને એકત્રીકરણ કરેલ પ્લાસ્ટીક ગ્રામ પંચાયત દ્વારા અબુંજા સિમેન્ટ કંપનીમાં મોકલવામાં આવે છે.

આ પ્રમાણે બહેનોને આજીવિકા પણ મળી રહે છે અને અત્યાર સુધી કુલ રુ.૫૭૬૦૦ની રકમ મંડળને ચૂકવામાં આવી છે. કોડિનાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળની મુલાકાત દરમિયાન રુ. ૨૩૬૦૦ ની રકમનો ચેક મહાદેવ મંડળના બહેનોને આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ તકે વિસ્તરણ અધિકારી વિકાસભાઈ મોરી તેમજ તાલુકા NRLMના TLM મુકેશભાઈ, રોહિતભાઈ બારડ વડનગર ગામ પંચાયત સરપંચ, સદસ્યઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment