છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત કલેકટર અનિલ ધામેલીયાએ પદભાર સંભાળ્યો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના નવનિયુકત કલેકટર અનિલ ધામેલીયાએ એમનો પદભાર સંભાળી લીધો છે. જિલ્લા સેવાસદન ખાતે જિલ્લાના વહિવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા સાથે જિલ્લાની વર્તમાન પરિસ્થિતીથી વાકેફ થયા હતા. મૂળ ભાવનગરના વતની અનિલ ધામેલીયા ૨૦૧૫ની બેચના આઇએએસ અધિકારી છે. આ અગાઉ તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા હતા.તેઓ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

 

Related posts

Leave a Comment