તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે ૧૦૮ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, તાપી 

    તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે ૧૦૮ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો – તાપી જિલ્લાની વિવિધ શાળાઓમાં તાપી જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે તાપી જિલ્લાની પ્રાથમિક શાળા કસવાવ, પ્રાથમિક શાળા કપુરા, પ્રાથમિક શાળા તાડકુવા ડુગરી, કાંજણ પ્રા.શા, પ્રાથમિક શાળા ખડકલા,પ્રાથમિક શાળા ટોકરવા,પ્રાથમિક શાળા શિખેર, પ્રા.શા.વેકદા, પ્રા.શા.રાયગઢ, વરજાખલ, ડોસવાડા, પ્રાથમિક શાળા ખરશી ખાતે ૧૦૮ની ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે મેગા ઇવેન્ટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ શાળાઓમાં બાળકોને કુદરતી કે કુત્રિમ આપત્તિઓના સમયે સ્વ-બચાવ તથા બીજાને કેવી રીતે મદદરૂપ બનવું, આપત્તિ સમય શું કરવું અને શું ન કરવું જોઇએ તે અંગે જાણકારી આપી બાળકોને લાઇવ ડેમોટ્રેશન બતાવવામાં આવ્યો હતો. જિલ્લાના ૧૦૮ના મેનેજમેન્ટ અધિકારી મયંક ચૌધરીની ટીમ દ્વારા બાળકોને ઇમર્જન્સી સેવાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. જેમ કે ઘરમાં કે આજુ બાજુ અથવા શાળાઓમાં ઇમર્જન્સી ઘટના બને તો ૧૦૮ ને ફોન કરવો, ૧૦૮ સ્થળ પર પહોંચે તે પહેલા પ્રાથમિક સારવાર કેવી રીતે કરવી તે અંગે જાણકારી આપી લાઇવ ડેમો બતાવવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ પણ ઉત્સાહભેર જોડાઇ જુદી જુદી ઇમરજન્સી સેવાઓ અંગે જાણકારી મેળવી હતી.

Related posts

Leave a Comment