ચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે ખેડૂત જોગ સંદેશ

હિન્દ ન્યુઝ, વલસાડ

    ચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે ખેડૂત જોગ સંદેશ વલસાડ જિલ્લામાં ચણાના પાકની ખેતી કરતા ખેડૂતોએ પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે વિવિધ પગલા લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.

જે મુજબ ખેડૂતોએ પાકમાં રોગ નિયંત્રણ માટે નીચે મુજબ પગલાં લેવા.

• સૂકારાના રોગીષ્ટ છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ/લિટર દ્રાવણનો છંટકાવ કરવો. • પી. ફ્લોરોસેન્સ અથવા ટી. વિરીડી ૨.૫ કિગ્રા/હેક્ટર ૫૦ કિગ્રા ખાતર સાથે રોગીષ્ટ છોડની ફરતે રેડવું • સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાતો હોઇ તેના નિયંત્રણ માટે શોષક પ્રકારની કીટનાશક જેવી કે મિથાઇલ-ઓ- ડીમેટોન ૧૨ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. • સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા.ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવે છે. • ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ (૨*૧૦˚ સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક/ ટન છાણિયા ખાતર) ૧ ટન/હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું.

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / ખેતી અધિકારી / તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરવો.

Related posts

Leave a Comment