હિન્દ ન્યુઝ, જામનગર
વિકાસ સપ્તાહ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર જામનગર દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે ધ્રોલ અને જોડિયા તાલુકાના ખેડૂતોની પ્રાકૃતિક કૃષિનો ખેડૂત તાલીમ વર્ગ યોજવામાં આવેલ.જેમાં જામનગર જિલ્લાના મદદનીશ ખેતી નિયામક શ્રી કિરણ ભીમસેન દ્વારા પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવી અને પ્રાકૃતિક ખેતીમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી માહિતગાર કરવામાં આવ્યા હતા જ્યારે મદદનીશ ખેતી નિયામક પી.બી.પરમાર દ્વારા ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવેલ.આ તકે આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જીજ્ઞેશ બી.પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સમજાવી તેનાથી થતા ફાયદાઓ વિશે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ખેડૂત ભાઈઓ હાજર રહેલ. કાર્યક્રમના અંતે હાજર રહેલ સૌ અધિકારીઓ અને ખેડૂતો દ્વારા વિકાસ શપથ લેવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્લોક ટેકનોલોજી મેનેજર આશિષ સંઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું.